આજનું હવામાન : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યારે પડશે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યારે પડશે વરસાદ, જુઓ Video

| Updated on: Jul 19, 2025 | 7:31 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. તો રાજ્યમાં વરસાદી સિસ્ટમ તો સક્રિય છે. પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં વર્તાય છે. તો વરસાદ ઘટવાની સાથે રાજ્યમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી સુધી વધી શકે છે.

પરેશ ગોસ્વામીએ ભારે વરસાદની કરી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીનો દાવો છે કે કચ્છના રાપર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતાઓ સેવવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા પરેશ ગોસ્વામીએ સેવી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો