AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: ઘેડ પંથકમાં વરસાદી આફત, કડછ ગામમાં ઘૂસ્યા ભાદરના પાણી, આકાશી દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

Porbandar: ઘેડ પંથકમાં વરસાદી આફત, કડછ ગામમાં ઘૂસ્યા ભાદરના પાણી, આકાશી દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 11:17 AM
Share

ઘેડ પથંકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ છે. રસ્તાઓ પર 3થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા કડછ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

પોરબંદરમાં (Porbadnar) સતત વરસાદથી (Heavy Rain) જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ પથંકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ છે. રસ્તાઓ પર 3થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા કડછ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે.

આ પણ વાંચો : Junagadh: ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ભરાયા, વંથલીમાં ગર્ભવતી મહિલાનું કરાયું રેસ્ક્યુ, જુઓ Video

અનરાધાર વરસાદ બાદ ભાદર નદીએ ઘેડ પંથકમાં તબાહી સર્જી છે. ઘેડ પંથકનું કડછ ગામ રીતસરનું બેટમાં ફેરવાઈ ગયું છે. કડછ ગામના મકાનો, રસ્તા, ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જ્યાં નજર જાય ત્યાં જમીનને બદલે માત્ર જળ જોવા મળી રહ્યું છે. કડછ ગામમાં ભાદર નદીએ મચાવેલી તબાહીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

પોરબંદર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">