Rain Breaking : બનાસકાંઠાના અંબાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ,  કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ, જુઓ Video

Rain Breaking : બનાસકાંઠાના અંબાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 9:57 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે સાંજે બનાસકાંઠાના અંબાજી પંથકમા પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આખા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સાંજે બનાસકાંઠાના અંબાજી પંથકમા પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આખા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પતરા ઉઠી ગયા હતા. તો અંબાજી એસટી બસ સ્ટેશનમાં તોતિંગ ગેટ ધરાશાયી થયો હતો. હાઈ-વે પર મોટુ બોર્ડ પડતા રસ્તો બંધ થયો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજ સેવા ખોરવાઈ હતી.

આ પણ વાંચો : Banaskantha : અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જમીનને લઈ ખેડૂતો આક્રમક મૂડમાં

તો બીજી તરફ ગઈકાલે સાંજે અચાનક સાબરકાંઠા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠા પંથકના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઈડરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર નજીક ભારે પવનમાં લગ્નનો મંડપ ઉડ્યો હતો. આ ઉપરાંત વાવાઝોડા સાથે વરસાદ વરસતા હિંમતનગર નજીક આવેલી એક સમાજવાડીનો પથ્થરનો ગેટ ધરાશાયી થતા કાર દબાઈ હતી. આ સાથે જ લગ્નનો મંડપ અને ખુરશીઓ પવનમાં વેરવિખેર થઈ ગઈ હતી.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">