Banaskantha: ગામડાઓની દયનીય સ્થિતિ, સરહદના ગામડાઓમાં હજી પણ ‘ટેન્કર રાજ’, જુઓ Video
બનાસકાંઠા જિલ્લાના ગામડાઓની દયનીય સ્થિતિ સામે આવી છે કારણ કે અહી પાણી માટે વલખા મારતા ગામડાઓ સાથે પાણી વગર તરસતા ગામલોકોની વેદના સ્પષ્ટ જણાઈ આવે છે. જોકે ટેન્કરની વ્યવસાથા તો કરાઇ પરંતુ 2 હજારની વસ્તી વચ્ચે માત્ર 2 ટેન્કર ફાળવ્યા છે.
ઉનાળો વધુને વધુ આકરો બની રહ્યો છે. ગરમીમાં જનજીવન તપી રહ્યુ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર વધુ પ્રબળ બની રહ્યો છે. જિલ્લાના વાવ પંથકના લુદ્રાણી,ચોથાર નેસડા, રાજસના સહિતના અનેક ગામો પાણી વગર તરસ્યા બન્યા છે. પીવાનું કે રોજિંદા વપરાશનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરઉનાળે ધગધગતા તાપમાં આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા લોદ્રાણી ગામમાં સ્થિતિ વધુ વણસી છે.
આ પણ વાંચો : બનાસકાંઠાના દિયોદરમાં આંબલીવાળા વિસ્તારમાં આખલા યુદ્ધ, રાહદારીઓમાં ભયનો માહોલ
વાવ તાલુકાનું લુદ્રાણી ગામ 2 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં માનવીઓ જ નહીં અબોલ પશુઓ પણ પીવાના પાણી માટે તરફડિયા મારવા મજબૂર છે. ગામમાં આજે પણ ટેન્કર રાજ ચાલે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા 2 ટેન્કર પાણી મોકલાય છે. પરંતુ ગામની વસ્તીને જોતા આટલુ પાણી પુરતુ નથી. ટેન્કર આવતા જ ગામમાં પીવાનું પાણી મેળવવા લોકોની પડાપડી થતી જોવા મળે છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
