Rain Breaking : ગુજરાતમાં આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી, વરસાદ બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા
વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5,6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, દિવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ ફરી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5, 6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, દિવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની શક્યતા છે. 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની શક્યતા છે. જો કે ત્રણ દિવસ બાદ ગરમી વધી શકે છે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચો : Gujarati video: રાજકોટ ગ્રામ્યમાં ગોંડલ, વીરપુર સહિત અનેક સ્થળોએ માવઠું
રાજકોટ ગ્રામ્યમાં ગોંડલમાં માવઠુ
હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે ગઈ કાલે સાંજે કચ્છ , રાજકોટ ગ્રામ્યના ગોંડલ, યાત્રાધામ વીરપુર સહિત દેવચડી, બાંદ્રા, કંટોલીયા, ગોંડલ, શિવરાજગઢમાં વરસાદ પડ્યો હતો અને ગોંડલમાં વરસાદ થતા યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં ગરકાવ થઈ હતી . યાર્ડમાં રહેલો ઘઉં, ચણા, ડુંગળી સહિતનો માલ પલળી ગયો છે.
કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ
તો આ તરફ બોટાદ જિલ્લામાં ભારે પવન અને કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ઉનાળા પહેલા જ બોટાદમાં ચોમાસા જેવો માહોલ છવાયો ગયો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થવાની ભીતિ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…