Gujarat Election 2022: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ મુળુ બેરા સાથે મુલાકાત કરી ચૂંટણીમાં જીત માટે અભિનંદન પાઠવ્યા
કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. ગુજરાતમાં ભાજપની એન્ટ્રી બાદ પક્ષ અને વિકાસના રેકોર્ડ તુટતા રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામ આવી ચુક્યા છે. ગુજરાતમાં ભાજપે 156 સુધી પહોચી ગઈ છે. હિન્દુત્વથી લઈને વિકાસની રાજનીતિની કેડી પર વળનારા ભાજપ માટે માર્ગદર્શક ગણો કે ચેહરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એક સુપરમેન તરીકે સાબિત થયા છે. કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. ગુજરાતમાં ભાજપની એન્ટ્રી બાદ પક્ષ અને વિકાસના રેકોર્ડ તુટતા રહ્યા છે. ભાજપ દ્વારા આ જીતની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ખંભાળિયામાં ભાજપના મુળુ બેરા વિજયી બનતા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી તેમને અભિનંદન આપવા પહોંચ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. આ બેઠક પર ભાજપના મુળુ બેરા વિજયી બન્યા છે. ખંભાળીયાથી જ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી તેમજ કોંગ્રેસના વિક્રમ માડમ મેદાને હોવાથી આ બેઠક ચર્ચાનો કેન્દ્ર બની હતી. ખંભાળીયામાં 8 વર્ષ બાદ ભાજપની જીત થતા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખંભાળિયા પહોંચ્યા. જ્યાં તેમણે મુળુભાઈને અભિનંદન પાઠવ્યા. તેમણે ખંભાળિયાનો વિકાસ થશે અને વિકાસલક્ષી કર્યો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ખંભાળીયાની જનતા ભાજપ સરકાર પાસે વિકાસની અપેક્ષા રાખે છે. શહેરીજનોની ફરિયાદ છે કે, ખંભાળીયા એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક છે છતા અહીં જોઈએ તેટલો વિકાસ થયો નથી. શિક્ષણ, સ્વાસ્થ અને સારા રસ્તાઓની સુવિધા માટે ઘણુ બધુ કામ કરવાની જરૂર છે.
Congratulated Sh Mulubhai Bera for his astounding victory in #GujaratAssemblyPolls. Also met Sh Meraman Goria, Sh Haribhai Nakum & Sh Ghelubhai Gadhvi. The joy amongst the people of the constituency was highly palpable. My best wishes are with them. @Mulubhai_Bera pic.twitter.com/1AtXKDO5MZ
— Parimal Nathwani (@mpparimal) December 8, 2022
1995માં પહેલીવાર ગુજરાતમાં ભાજપની જીત થઈ હતી
ગુજરાતમાં ભાજપની સત્તા સુધીની સફર પર નજર કરીએ તો 1995માં ભાજપે પ્રથમ વખત જીત મેળવી હતી, ત્યારબાદ તેને 121 બેઠકો મળી હતી. 1998માં ફરીથી ચૂંટણી થઈ ત્યારે ભાજપને 117 બેઠકો મળી હતી. 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને 127 બેઠકો મળી હતી. 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો મળી હતી. 2012માં ભાજપે 2 વધુ બેઠકો ગુમાવી અને આંકડો 115 પર અટકી ગયો. 2017ની ચૂંટણીમાં, ભાજપે સીટોની દ્રષ્ટિએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું અને પાર્ટી માત્ર 99 બેઠકો મેળવીને 100ના આંકડાને સ્પર્શી શકી નહોતી.