Rain News : નવસારીમાં જળબંબાકાર, કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, જુઓ Video

Rain News : નવસારીમાં જળબંબાકાર, કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 26, 2025 | 1:18 PM

નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાના તાંડવ થયુ છે. નવસારી જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાના તાંડવ થયુ છે. નવસારી જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. 24 કલાકમાં વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. કાવેરી નદીના પાણી ફરી વળતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે.

કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવસારીમાં 11 જેટલા રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી ગાંડીતૂર બની છે. બીલીમોરા-ગણદેવી માર્ગ પર રેલવે ગરનાળામાં કેડસમા પાણી ભરાતા વાહન-વ્યવહાર ઠપ થયો છે.

સુરતામાં ધોધમાર વરસાદ ખાબક્યો

બીજી તરફ સુરતમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જો કે સુરતના કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે. જિલ્લામાં સતત વરસાદ વરસતાં કીમ ચાર રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. રોડ પરથી નદી વહેતી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

માર્ગ ઉપર ઘુંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહી થતાં પાણી ભરાયા હતા. રાજ્ય ધોરી માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વાહન ચાલકો પાણીમાંથી વાહનો પસાર કરવા મજબૂર થયા છે. સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક સર્જાયો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો