આજનું હવામાન : અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા, જુઓ Video

આજનું હવામાન : અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા, જુઓ Video

| Updated on: Aug 26, 2025 | 7:20 AM

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. અડધા ગુજરાતને ધમરોળ્યા બાદ આજથી ફરી મેઘરાજા અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. અડધા ગુજરાતને ધમરોળ્યા બાદ આજથી ફરી મેઘરાજા અનેક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો એક દિવસ બાદ અમદાવાદમાં ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. હાલ રાજ્યમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય છે. જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર વરસે તેવી આગાહી

બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 થી 26 ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. જ્યારે 27 અને 28 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધડ઼બડાટી બોલાવશે. તેમજ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાવાની આગાહી અંબાલાલે પટેલે વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 24, 2025 07:39 AM