આજનું હવામાન : દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા સેવવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા સેવવામાં આવી છે. તો 10થી 14 જુલાઈ વચ્ચે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે નવસારી, તાપી, સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લા માટે એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે.આ અમદાવાદ-ગાંધીનગરમાં પવન સાથે વરસાદી ઝાપટાનું અનુમાન છે.
તેમજ ખેડૂતોને લઇને પણ અંબાલાલે ભવિષ્ય ભાખ્યું છે. ખેતરમાં વરાપની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે અંબાલાલે આગાહી કરી છે. અંબાલાલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે. તો 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની અંબાલાલે શક્યતા સેવી છે.
