રામ મંદિર પહોંચવા સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ એક ભેટ, ભાવનગરથી અયોધ્યા આસ્થા ટ્રેન કરાઇ શરૂ

|

Feb 11, 2024 | 6:27 PM

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હર કોઈ ગુજરાત વાસીની પ્રથમ ઈચ્છા અયોધ્યા જવાની છે. જોકે આ વાતને ધ્યાને રાખીને સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગુજરાતના વિવિધ જીલલાઓ માંથી ટ્રેન દોડવામાં આવી રહી છે. આજે ભાવનગર ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેન રવાના થઈ છે, આ દરમ્યાન mla જીતુ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા.

શ્રી રામના દર્શન માટે અયોધ્યાના દ્વાર તો લોકો માટે ખુલી જ ગયા છે અને દર્શનાર્થે જવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે વડાપ્રધાન મોદીના આદેશ મુજબ ભાવનગરમાંથી પણ આસ્થા ટ્રેન શરૂ કરી દેવાઇ છે. ભાવનગરના નવાપરા રેલવે મથકથી 1300થી વધુ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થયા. આ દરમિયાન MLA જીતુ વાઘાણી પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા.

ધારાસભ્યએ ભક્તોને શુભકામના પાઠવી. અયોધ્યા પ્રસ્થાન કરનાર ભક્તોમાં રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિતના ભક્તો પણ જોડાયા. મહત્વનું છે, તમામ ભક્તો શ્રી રામના દર્શન કરી શકે તે માટે તંત્રએ વ્યવસ્થા સજ્જ કરી છે. જેથી કોઇ અગવડતા ન પડે. ત્યારે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: પહેલા ટામેટા પછી ડુંગળી અને હવે લસણના ભાવ ઉંચકાતા ગૃહિણીઓનું ખોરવાયુ બજેટ, સામાન્ય લોકોની પહોંચથી થયુ દૂર

Next Video