અમદાવાદના (Ahmedabad) જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપ (Builder Group)ને ત્યાં છેલ્લા ચાર દિવસથી આયકર વિભાગે (Income tax) ધામા નાખ્યા છે. અમદાવાદના જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપ શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપને ત્યાં ચાર દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ દરોડા દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.
અમદાવાદના જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપને ત્યાં ઓફિસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય ગ્રુપના ત્યાં બીજા દિવસની કાર્યવાહી દરમિયાન ચાર કરોડની બિનહિસાબી રોકડ તથા ત્રણ કરોડના ઘરેણા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં અનેક બેંક લોકર્સને પણ સીલ કરવામાં આવ્યા છે તો ડિજિટલ ડેટા ચેક કરવા માટે FSLની મદદ લેવાશે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે.
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી આયકર વિભાગે ધામા નાખ્યા છે, જેમાં અમદાવાદના જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપ શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપને ત્યાં ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
અમદાવાદના 3 જાણીતા બિલ્ડર જૂથ શિવાલિક, શિલ્પ, શારદા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના 150 અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને 20 બેંક લોકર સીલ કરવામાં આવ્યા તો બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયો છે. IT અધિકારીઓને 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યા છે.
આયકર વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા. આ બિલ્ડર જૂથો અનેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સ્કીમ બનાવી કરોડો કમાવા છતાં સરકારને ટેક્સ ચુકવતા ન હતા. મોટાભાગના ગ્રાહકો પાસેથી 90 ટકા રકમ રોકડ લઈને 10 ટકા રકમના જ દસ્તાવેજ બનાવતા હતા. શિવાલિક બિલ્ડરમાં તો કેટલાક IAS અધિકારીઓનું પણ બેનામી રોકાણ હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો- Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BHMSની રેગ્યુલર પરીક્ષા અચાનક મોકુફ, 15 હજાર વિદ્યાર્થીઓમાં રોષ
આ પણ વાંચો- Chhota Udepur: નસવાડીના ભાજપ હોદ્દેદાર જશુ ભીલનો વીડિયો વાયરલ, યુવક પાસેથી રુપિયા લીધા હોવાનો કરે છે સ્વીકાર