Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BHMSની રેગ્યુલર પરીક્ષા અચાનક મોકુફ, 15 હજાર વિદ્યાર્થીઓમાં રોષ

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની BHMSની રેગ્યુલર પરીક્ષા અચાનક મોકુફ, 15 હજાર વિદ્યાર્થીઓમાં રોષ

| Updated on: Feb 13, 2022 | 11:14 AM

24 કલાક પૂર્વે જ અચાનક પરીક્ષા મોકુફ રખાતા વિદ્યાર્થીઓની મહેનત પર જાણે પાણી ફેરવી દેવાયુ છે. હવે ફરીથી આ પરીક્ષા ક્યારે લેવાશે તે તારીખની જાહેરાક માટે વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા છે.

રાજકોટ (Rajkot)માં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ની પરીક્ષા(Exam) અચાનક મોકૂફ (Postponed) રાખવામાં આવી છે. 14 ફેબ્રુઆરીએ લેવાનારી BHMSની રેગ્યુલર પરીક્ષા અચાનક જ 24 કલાક પહેલા મોકુફ રખાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પરીક્ષાર્થીઓ યુનિવર્સિટી દ્વારા અચાનક લેવાયેલા નિર્ણયથી દુવિધામાં મુકાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

14મી ફેબ્રુઆરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BHMSની રેગ્યુલર પરીક્ષા યોજાવાની હતી. જેના માટે વિદ્યાર્થીઓએ તૈયારીઓ પણ કરી લીધી હતી. જો કે 24 કલાક પૂર્વે જ એકા એક મોકૂફ રખાતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આટલા સમયથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. હવે પરીક્ષા મોકુફ થતા વિદ્યાર્થીઓનું મનોબળ તુટી ગયુ છે. યુનિવર્સિટી દ્વારા BHMSની રેગ્યુલર પરીક્ષાને એકા એક રદ કરી નાંખતાં 15000થી વધુ પરીક્ષાર્થીઓ દુવિધામાં મુકાયા છે.

24 કલાક પૂર્વે મોકૂફ રહેતા રોષ

તો આ તરફ યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા અનુસાર 14મી ફેબ્રુઆરી યોજાનારી BHMSની રેગ્યુલર પરીક્ષાના ફોર્મમાં અનેક ભૂલો હોવાથી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા સંચાલકોની ભુલોનો ભોગ પરીક્ષાર્થીઓએ બનવાનો વારો આવ્યો છે. 24 કલાક પૂર્વે જ અચાનક પરીક્ષા મોકુફ રખાતા વિદ્યાર્થીઓની મહેનત પર જાણે પાણી ફેરવી દેવાયુ છે. હવે ફરીથી આ પરીક્ષા ક્યારે લેવાશે તે તારીખની જાહેરાત માટે વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા છે.

આ પણ વાંચો- Kutch: BSF,આર્મી અને એરફોર્સે સંયુક્ત ઓપરેશનથી સમુદ્રમાંથી ઝડપાયેલી 11 બોટના ફરાર 6 માછીમારોને શોધી કાઢ્યા

આ પણ વાંચો- ગુજરાતમાં નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું: SBIએ લગાવ્યો રૂ. 22842 કરોડની છેતરપિંડીનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">