દાહોદમાં આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નીકળશે, રાહુલ ગાંધી પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરશે, જુઓ Video

|

Mar 08, 2024 | 10:27 AM

આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ છે. રાહુલ ગાંધી દાહોદમાં પદયાત્રા કરી બીજા દિવસની શરૂઆત કરશે. દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આદિવાસી મહિલાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગઇકાલે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશી હતી. ઝાલોદમાં રાહુલે જનસભાને સંબોધતા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાતિ આધારિત જનગણના અને અદાણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. હવે આજે રાહુલ ગાંધી દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે.

આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ છે. રાહુલ ગાંધી દાહોદમાં પદયાત્રા કરી બીજા દિવસની શરૂઆત કરશે. દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આદિવાસી મહિલાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. લીમખેડા, પીપલોદ, સંતરોડ થઇ ન્યાય યાત્રા ગોધરા પહોંચશે. ગોધરા ખાતે રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે. બપોર બાદ કાલોલ હાલોલ થઇ યાત્રા પાવાગઢ પહોંચશે.

રાહુલ ગાંધી આજે પાવાગઢ તળેટીમાં મહાકાળીનાં માતાના દર્શન કરશે. પાવાગઢ ખાતે પરંપરાગત વસ્ત્રોમાં મહિલાઓ રાસ ગરબા કરવાની છે. જે પછી રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં સામેલ તમામ લોકો શિવરાજપુરથી જાંબુઘોડા પહોંચી રાત્રી રોકાણ કરશે.

આ પણ વાંચો-ભરૂચ : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 227 કરોડના ખર્ચે વિકાસ પામનાર ૩૩ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાયું, જુઓ વીડિયો

ગઇકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં એન્ટ્રી કરી અને એન્ટ્રી કરતાની સાથે જ દાહોદમાં જંગી સભા સંબોધી હતી. કોંગ્રેસની સ્થિતિ હાલ રાજ્યમાં સારી નથી અને તેમાં પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ તાકાત લગાવી છે. દાહોદમાં પોતાની સભા સંબોધતી વખતે રાહુલે દેશના બે મોટા પ્રશ્નોને ગણાવ્યા. તેઓએ કહ્યુ કે દેશમાં બે મુદ્દા સૌથી મહત્વના છે એક છે બેરોજગારી અને બીજું છે મોંઘવારી. રાહુલ ગાંધીએ દાહોદમાં જાતિગત જનગણનાની વાત પણ કરી હતી. તેઓએ કહ્યુ ઈજા થાય તો એકસરેની જરૂર હોય છે તેમ જ ભારતમાં એકવાર જનગણના થશે તો સમસ્યાનું નિદાન થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video