સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો આજે પણ બંધ, સતત બીજા દિવસે વરસાદે મેળાની મોજ બગાડી

|

Aug 26, 2024 | 1:40 PM

મૂશળધાર વરસાદે રોજનું જનજીવન તો પ્રભાવિત કર્યું જ છે પણ મેળાના ચાહકોને ખાસ નિરાશ કર્યા છે. આઠમના દિવસે લાખો લોકો મેળામાં આવતા હોય છે, પણ છેલ્લે છેલ્લે મેઘરાજાએ લોકોની મેળાની મોજ પર પાણી ફેરવી દીધું છે. રાજકોટમાં લોકમેળામાં વરસાદનું વિઘ્ન નડ્યુ છે.

રાજકોટમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ સાથે જ શહેરના અનેક રસ્તાઓ દરિયો બની ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ થઇ ગઇ છે. જેના કારણે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને આજે પણ બંધ રાખવાની ફરજ પડી છે.

મૂશળધાર વરસાદે રોજનું જનજીવન તો પ્રભાવિત કર્યું જ છે પણ મેળાના ચાહકોને ખાસ નિરાશ કર્યા છે. આઠમના દિવસે લાખો લોકો મેળામાં આવતા હોય છે, પણ છેલ્લે છેલ્લે મેઘરાજાએ લોકોની મેળાની મોજ પર પાણી ફેરવી દીધું છે. રાજકોટમાં લોકમેળામાં વરસાદનું વિઘ્ન નડ્યુ છે. સતત બીજા દિવસે વરસાદે મેળાની મોજ બગાડી છે. વરસાદના કારણે આજે પણ મેળો બંધ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ સહિત સમગ્ર શહેરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટમાં યુનિવર્સિટી રોડ, માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળામાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. તો આજીડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મૌવામાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. સાતમ-આઠમના મેળાને માણવાની વાત તો દૂર રહી લોકોનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે. જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Next Video