Ahmedabad Video : વિદ્યાર્થીઓનું શિક્ષણ અધ્ધરતાલ, ઈસનપુરની લોટસ સ્કૂલને પંજાબ બેંકે સીલ કરી, શિક્ષણાધિકારીએ શાળા પાસે માગ્યો ખુલાસો
અમદાવાદના ઇસનપુરમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમમાં મૂકાયો છે.કારણ કે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલને સીલ કરી દીધી છે. જેના પગલે શિક્ષણાધિકારીએ પણ શાળાને નોટિસ ફટકારી છે.
અમદાવાદના ઇસનપુરમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમમાં મૂકાયો છે.કારણ કે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલને સીલ કરી દીધી છે.સ્કૂલે લોનના રૂપિયા 1 કરોડ 25 લાખ નહીં ભરતા બેંક દ્વારા સીલની કામગીરી કરવામાં આવી છે. અગાઉ પણ મેજિસ્ટ્રેટએ લોનની ભરપાઇ કરવા અંગેનો આદેશ આપ્યો હતો. જો કે વારંવાર નોટિસ આપ્યા બાદ પણ લોનની ભરપાઇ નહીં કરતા સ્કૂલને સીલ કરી દેવાઇ છે. હવે જોવાનું રહ્યું કે સ્કૂલ તરફથી લોન ક્યારે ભરવામાં આવે છે. બાળકોના અભ્યાસ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે.
શિક્ષણાધિકારીએ શાળાને ફટકારી નોટિસ
અમદાવાદના લોટસ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. પંજાબ બેંક સ્કૂલને સીલ કરતા સંચાલક મંડળ પાસે ખુલાસો માગ્યો છે. બાળકોના શિક્ષણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે શિક્ષણાધિકારીએ આદેશ આપ્યા છે. બેંકની નોટિસ સમયે કચેરીનું ધ્યાન કેમ ના દોરાયું ? શિક્ષણાધિકારીએ નોટિસ આપીને સ્કૂલ પાસે ખુલાસો માગ્યો છે.