Loksabha Election 2024: હવે અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પણ વિરોધ, દેવળા ગામે લાગ્યા પોસ્ટર, જુઓ Video

|

Mar 30, 2024 | 2:58 PM

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે,તેમ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. કેટલીક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો હતો. હવે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પણ પોસ્ટર લાગ્યા છે.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. કેટલીક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો હતો. હવે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પણ પોસ્ટર લાગ્યા છે.

આ પણ વાંચો- Kheda: કરણીસેના આગેવાનોનો સોશિયલ મીડિયામાં વિરોધ, જુઓ Video

અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. ધારી તાલુકાના દેવળા ગામે રાત્રીના સમયે ભરત સુતરીયા વિરુદ્ધ બેનર લાગ્યા હતા. ભરત સુતરીયાના નામની જાહેરાત બાદ તેમની સામે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લાગતા ખળભળાટ મચ્યો છે. અમરેલીનો અવાજ, “ભાજપના ઉમેદવાર બદલો”, “સમ ખાઈ ને કેજો, ભરત સુતરીયા ચાલે?” જેવા પોસ્ટર લાગ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video