Kheda : પાવાગઢથી બાવળા જતી લક્ઝરી બસમાં લાગી ભીષણ આગ, આગ લાગવાનું કારણ અકબંધ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ખેડા પાસે આવેલા નેશનલ હાઈવે નંબર-8 પર બસમાં ભીષણ આગ લાગી છે. ભૂમેલ પાટિયા પાસે લકઝરી બસમાં આગ લાગી હતી.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ખેડા પાસે આવેલા નેશનલ હાઈવે નંબર-8 પર બસમાં ભીષણ આગ લાગી છે. ભૂમેલ પાટિયા પાસે લકઝરી બસમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર પાવાગઢથી બાવળા જતી બસમાં આગ લાગતા નાસભાગ થઈ હતી. બસમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર -દૂર સુધી જોવા મળ્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. લકઝરી બસમાં આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
લક્ઝરી બસમાં લાગી ભીષણ આગ
ઉલ્લેખનીય છે કે બસમાં આગ લાગતા રોડ પર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ સમગ્રની ઘટના ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જો કે આગ પર કાબુ મેળવ્યા પછી રોડ પરથી ટ્રાફિક ક્લીયર કરવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
