વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરત જિલ્લાની મુલાકાતે, જુઓ Video
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત ખાતે સ્ટોપેજ બની રહ્યું છે. જે પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવશે.
Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પાંચ જૂને સુરતની મુલાકાત લેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નિહાળવા તેઓ સુરત આવશે. વડાપ્રધાન મોદી પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. PM મોદીની મુલાકાતને જોતા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બુલેટ ટ્રેનના સુરત સ્ટોપેજ માટે પલસાણા તાલુકાના અંત્રોલી ગામે સ્ટેશન બની રહ્યુ છે.
આ પણ વાંચો : પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીનીએ ધોરણ 12માં સમગ્ર શહેરમાં પ્રથમ સ્થાને
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં પૂર જોશમાં આ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. જે પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ પાંચ જુનના રોજ આવશે. મોદીની સુરક્ષાને લઈને પણ ખાસ તૈયાયારીઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 505 કિમીનો ટ્રેક તૈયાર કરવામાં આવશે. જેમાં આ રસ્તામાં વચ્ચે કુલ 14 જેટલા સ્ટોપેજ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં કુલ આઠ રેલ્વે સ્ટેશન ઉભા કરવામાં આવશે તેની પાછળનો અંદાજીત ખર્ચ 3300 કરોડ ઉપરાંતનો આંકવામાં આવ્યો છે. ગુજરાતના આઠ જેટલા સ્ટેશન જ્યારે, છ જેટલા સ્ટેશન મહારાષ્ટ્રમાં આવેલા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો