PM Modi Somnath Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું, 108 અશ્વસવાર સાથે શૌર્ય યાત્રા નીકળી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 11, 2026 | 10:45 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસ પર છે.PM મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું છે. આ દરમિયાન અનેક કલાકારોએ પરફોર્મન્સ કર્યું હતુ. પરંપરાગત સોનાના આભૂષણ પહેરીને આહિરજ્ઞાતિની મહિલાઓ ગીતો ગાય રાસડે રમી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ ત્રિદિવસીય ગુજરાત પ્રવાસની શરુઆત સોમનાથથી કરી છે. શનિવાર સાંજે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસ પર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 12 જ્યોર્તિલિંગમાંથી એક સોમનાથ જ્યોર્તિલિંગની પુજા અર્ચના કરી છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત

સોમનાથમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, સોમનાથ શાશ્વત દિવ્યતાની એક જ્યોતિના રુપમાં ઉભું છે. જેની પવિત્ર ઉપસ્થિતિ પેઢીઓથી લોકોનું માર્ગદર્શન કરતી આવી છે. પીએમ નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચતા જ રોડ શો દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમના સ્વાગત માટે અનેક સ્થળોએ કલાકારોએ સાંસ્કૃતિક પ્રસ્તુતી કરી હતી.

કેટલાક કલાકારોએ તો કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પરફોર્મન્સ કરવું અમે ગર્વ અનુભવીએ છીએ. તો ભરતનાટ્યમ માટે પહોંચેલા કલાકારોએ કહ્યું કે, અહી અમને અમારી કલાને પ્રદર્શન કરવા માટે સુંદર સ્ટેજ મળ્યું છે. અમે ખુબ જ ખુશ છીએ. સોનાના આભૂષણ પહેરીને મહિલાઓ રાસડે રમી હતી. અને અનેક ઝાંખીઓ જોવા મળી હતી. તેમજ ભાતિગળ સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી.શોર્ય યાત્રાને જોવા માટે યુવાનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

1 લાખની જનમેદનીને વડાપ્રધાન સંબોધશે

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ દાદાના PM મોદીએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી.સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર PM મોદીનો 2 કિ.મી. લાંબો રોડ શો યોજાયો હતો. શંખ સર્કલથી હમીરજી ગોહિલની પ્રતિમા સુધી રોડ શો યોજાયો હતો.108 અશ્વસવાર સાથે PM મોદીની ભવ્ય સ્વાભિમાન યાત્રામાં સામેલ થયા હતા.સદભાવના ગ્રાઉન્ડમાં 1 લાખની જનમેદનીને વડાપ્રધાન સંબોધશે,

સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. અહી ક્લિક કરો