Devbhumi Dwarka: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના, દેશની સલામતી માટે કરી પ્રાર્થના

|

Apr 10, 2022 | 4:18 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામનવમીના પાવન અવસરે દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું. દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના (Prayer) કરી હતી.

આજથી બે દિવસ માટે મહામુહિમ ગુજરાતના મહેમાન બન્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) સહ પરિવાર દ્વારકાધીશ પહોંચ્યા હતા. હેલિપેડ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશના દર્શન કરૂ પૂજા અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામનવમીના પાવન અવસરે દ્વારકાધીશની ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું. દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના (Prayer) કરી હતી. આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાના રિજીઓનલ ડાયરેક્ટરે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહિતના મહાનુભાવોને જગત મંદિરના સ્થાપત્ય તથા તેના ઈતિહાસ વિશે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી. રાષ્ટ્રપતિ સાથે પૂજા (Worship) વિધિમાં રાજયપ્રધાન વિનોદ મોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ પોરબંદરના સુપ્રસિદ્ધ માધવપુર ખાતેના મેળાને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખુલ્લો મુકશે. રાષ્ટ્રપતિ ઉપરાંત પૂર્વના રાજ્યોના મુખ્યપ્રધાનો પણ આ વર્ષે માધવપુરના મેળામાં જોડાવાના છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંયુક્ત પણે તૈયારીઓ કરી લીધી છે. માધવપુરમાં આજે રામના જન્મદિને કૃષ્ણના લગ્નનો માંડવો રોપાશે. મણીજીનું તેડું થશે તથા માધવરાય નિજ મંદિરેથી આજથી ત્રણ દિવસ સુધી વાજતે ગાજતે વરણાગી નીકળશે.

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઈ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો મહેમાન તરીકે પધારવાના છે. તેમજ મેળામાં આવનાર ભાવિકો પ્રવાસીઓ માટે ઉત્તર પૂર્વ અને પશ્ચિમના સાંસ્કૃતિક સમન્વયને જોડતી ગરિમામય સાંસ્કૃતિઓ પણ રજૂ થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તમામ કાર્યક્રમોને લઈને પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચોઃ Porbandar : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજથી માધવપુરના મેળાનો થશે પ્રારંભ, મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આ પણ વાંચોઃ Junagadh: ગાંઠિલા ઉમિયાધામ પાટોત્સવને મોદીનું સંબોધન, પાટીદારોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને કેમિકલનો ઉપયોગ ઘટાડવા અપીલ કરી

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video