Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની 11થી 13 માર્ચ સુધી બેઠક યોજાશે, સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

અમદાવાદ : RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની 11થી 13 માર્ચ સુધી બેઠક યોજાશે, સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 8:38 PM

11થી 12 માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે. માટે પીએમ મોદી પણ આ બેઠકમાં સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. આ બેઠકમાં અલગ અલગ પ્રાંતના સંઘચાલક, પ્રાંત પ્રચારક સહિત અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે.

અમદાવાદ ખાતે RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાશે. પીરાણા આશ્રમ ખાતે આવતીકાલ 11થી 13 માર્ચ એમ ત્રિદિવસીય સભાનું (three-day meeting)આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSSના સર સંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat)સહિત દત્તાત્રેય હૉસબોલે અને અખિલ ભારતીય કાર્યકારિણી મંડળ હાજર રહેશે. આ બેઠક એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે.

કેમકે 5 રાજ્યની ચૂંટણીના પરિણામ બાદ જ 11 તારીખે આ બેઠક યોજાશે. જેમાં ચૂંટણી પરિણામ પર ચર્ચા થઈ શકે . તો 11થી 12 માર્ચ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે. માટે પીએમ મોદી પણ આ બેઠકમાં સંઘ પ્રમુખ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. આ બેઠકમાં અલગ અલગ પ્રાંતના સંઘચાલક, પ્રાંત પ્રચારક સહિત અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. સાથે પ્રાંતના સંચાલકો, પ્રાંત કાર્યવાહ, પ્રદેશ પ્રચારકો તેમજ સંઘના વિવિધ કાર્યવિભાગોના રાષ્ટ્રીય પ્રમુખો પણ હાજર રહેશે.

તો સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે સંઘ વિસ્તાર અને સંઘના ગત એક વર્ષના લેખા જોખા પ્રસ્તુત કરશે. સંઘની દર વર્ષે આયોજિત થનારી આ બેઠકમાં અલગ અલગ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થશે. ગત વર્ષે સંઘ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીઓની સમીક્ષા અને ચર્ચા વિચારણા કરવામાં આવશે. જયારે આગામી વર્ષ માટેની યોજના, સંઘ શિક્ષા વર્ગની યોજના તેમજ હાલની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાશે.

આ પણ વાંચો : આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, શાહ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે

આ પણ વાંચો : PM MODI આવતીકાલે 9 કિલોમીટર લાંબો Road Show કરશે, જાણો આ રોડ-શૉનો રૂટ

 

g clip-path="url(#clip0_868_265)">