આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, શાહ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે
નોંધનીય છેકે પીએમ મોદી પણ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. જેની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ગુજરાત મુલાકાતને લઇને પ્રદેશ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. અને, બંને દિગ્ગજોના આગમનની તડામાર તૈયારીઓ કરી છે.
ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની (Somnath Trust) બેઠક મળશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah)પણ હાજર રહેશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે. સાંજે 6 કલાકે તેઓ બેઠકમાં હાજરી આપશે.
અમિત શાહના ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ
શુક્રવારે સાંજે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચશે, ત્યારબાદ સાંજે 6 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ 12 માર્ચે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેશે. આ દરમિયાન અમિત શાહ રક્ષા શક્તિ યુનિ.ના લોકાર્પણ-પદવીદાન કાર્યક્રમમાં સંબોધન કરશે. આ ઉપરાંત 12 માર્ચે અમદાવાદમાં કોચરબ આશ્રમની અમિત શાહ મુલાકાત લેશે. કોચરબ આશ્રમ ખાતે સાયકલ રેલીને અમિત શાહ પ્રસ્થાન કરાવશે. અમિત શાહ 12 માર્ચે રાત્રે જ દિલ્હી જવા રવાના થશે.
નોંધનીય છેકે પીએમ મોદી પણ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. જેની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ગુજરાત મુલાકાતને લઇને પ્રદેશ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. અને, બંને દિગ્ગજોના આગમનની તડામાર તૈયારીઓ કરી છે.
આ પણ વાંચો : Corona Variant: WHOને અભ્યાસમાં મળ્યો ઓમિક્રોન+ડેલ્ટા રિકોમ્બિનન્ટ વાયરસ, કહ્યુ- બધા વાયરસ કરતા વધારે ખતરનાક