ગુજરાતમાંથી દારુબંધી હટી તો આવું થશે…જાણો શું કહ્યું સંજય ગોરડીયાએ, જુઓ Video
TV9 ગુજરાતીના અમદાવાદમાં પ્રવાસી ગુજરાતી પર્વ 2024ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિશ્વભરથી મહાનુભવો હાજર રહ્યાં છે. ત્યારે ગુજરાતનું ગૌરવ એવા કોમેડિયન સંજય ગોરડીયા આ પ્રસંગે હાજર રહ્યા છે. જેમાં તેમણે મહાનુભવોને તેમના અંદાજથી પેટ પકડીને હસવા મજબુર કરી દીધા હતા.
ગુજરાતના ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાંટો સાથે પ્રવાસી ગુજરાતી પર્વમાં સંજય ગોરડીયાએ પોતાની વાતની શરૂઆત કરી. તેમણે કહ્યું, ગુજરાતમાં સંપૂર્ણ દારુબંધી હટી જાય તો અમદાવાદીઓ કાકરીયાનું પાણી નાખીને વિસકી પીસે. વધુમાં તેમણે ગિફ્ટ સિટીની વાત કરતાં તેમણે કહ્યું કે, ગુજરાતના ગીફ્ટ સીટીમાંથી દારુ બંધી હટાવી તો આટલો ઓહાપો છે તો ગુજરાતમાંથી હટશે તો શું થશે ? આ સાથે જ તેમણે કહ્યું કે એક સમય એવો આવશે કે ગુજરાતમાં લોકો વોડકામાં નાખીને ગાંઠીયા ખાસે. મહત્વનું છે કે આ કાર્યક્રમ દરમ્યાન કોમેડિયન સંજય ગોરડીયાએ પ્રવાસી ગુજરાતી પર્વમાં પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.
Latest Videos
Latest News