Gujarati Video: ઠગ નીરજ રાઠોડની ધરપકડ મુદ્દે ભાજપે કરી સ્પષ્ટતા પોલીસ તપાસ ચાલુ છે તમામ હકીકત સામે આવશેઃ પ્રદીપ સિંહ

|

May 17, 2023 | 8:24 PM

જે.પી.નડ્ડાના કથિત PA નીરજ રાઠોડની ધરપકડનો મુદ્દો સામે આવતા તાત્કાલિક ધોરણે ઠગ નીરજ રાઠોડની ધરપકડ પોલીસે કરી હતી. જે બાદ ઠગ નીરજ રાઠોડની ધરપકડ મુદ્દે ભાજપે સ્પષ્ટતા કરી કે નિરજ નામનો વ્યક્તિ ભાજપની કોઈ વ્યવસ્થામાં નથી

ખોટો હોદ્દો બતાવી મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પાસેથી રૂપિયા પડાવનાર આરોપી ઝડપાયો છે. ઠગાઈનો કિસ્સો સામે આવતા મોરબીનો એક ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે. જેનું નામ છે નિરજ રાઠોડ. નિરજે ખોટો હોદ્દો બતાવી મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પાસેથી રૂપિયા માગ્યા હતા. આરોપી નિરજે નાગપુરના ભાજપના ધારાસભ્ય વિકાસ કુમ્ભારે પર ફોન કર્યો. અને પોતે જે.પી.નડ્ડાનો પીએ હોવાની વાત કરી.

એટલું જ નહિં શિંદે સરકારમાં પ્રધાન પદ આપવાની લાલચ આપી અને રૂપિયા પણ માગ્યા હતા. પોલીસના હાથે આ ઠગ આરોપી ઝડપાયા બાદ ગુજરાત ભાજપે નિરજ રાઠોડ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે, નિરજ નામનો વ્યક્તિ ભાજપની કોઈ વ્યવસ્થામાં નથી. નીરજ ભાજપનો કાર્યકર પણ નથી અને સીધી રીતે સંકળાયેલો પણ નથી. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે, તમામ હકીકત સામે આવશે તેવું ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના પીએ હોવાનું કહી છેતરપિંડી કરનાર વ્યકિતની નાગપુર પોલીસે મોરબીથી ધરપકડ કરી

જે.પી.નડ્ડાના કથિત PA નીરજ રાઠોડની ધરપકડનો મુદ્દો સામે આવતા તાત્કાલિક ધોરણે ઠગ નીરજ રાઠોડની ધરપકડ મુદ્દે ભાજપે સ્પષ્ટતા કરી નીરજ નામનો વ્યક્તિ ભાજપની કોઇ વ્યવસ્થામાં નહીં હોવાનું પ્રદીપ સિંહએ નિવેદન આપ્યું છે. નાગરિકોએ આવા લેભાગુઓથી સાવધાન રહેવું જોઇએ તેવું Tv9 સાથેની વાતચીતમાં પ્રદીપ સિંહ દ્વાર જાણવામાં આવ્યું છે. તેમણે કહ્યું જો કોઇ વ્યક્તિ લોભ લાલચ માટે ફોન કરે તો તરત જાણ કરવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

Next Video