વડોદરામાં કેજરીવાલ અને ભગવંત માનના રોડ શો પહેલા જ વિરોધનો વંટોળ, જુઓ VIDEO

|

Oct 08, 2022 | 12:52 PM

AAP રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને ભગવંત માન આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે,ત્યારે વડોદરામાં તેમના આગમન પહેલા સુરસાગર તળાવ, ન્યાય મંદિર અને કાલાઘોડા વિસ્તારમાં કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર લાગ્યા.

Vadodara :  વડોદરામાં કેજરીવાલ (Arvind kejriwal) અને ભગવંત માનના (Bhagwant Mann) રોડ શૉ પહેલા જ તેમનો વિરોધ થયો છે. કેજરીવાલના વિરોધમાં પોસ્ટર લાગ્યા.  શહેરના સુરસાગર તળાવ, ન્યાય મંદિર અને કાલાઘોડા વિસ્તારમાં કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર લાગ્યા હતા. જોકે આમ આદમી પાર્ટીના(AAM Admi party)  કાર્યકરોએ પોસ્ટર ફાડી નાખ્યા હતા.

ગુજરાતનું રાજકારણ ગરમાયુ

દિલ્લીના (Delhi) પ્રધાનનો વીડિયો સામે આવ્યા બાદ રાજકોટમાં (Rajkot) કેજરીવાલ પર કટાક્ષ કરતા પોસ્ટર લાગ્યા છે. જેમાં કેજરીવાલનો ધાર્મિક પહેરવેશવાળો એક ફોટો એડિટ કરીને લગાવાયો છે. અને તેમાં હિન્દુ દેવી-દેવતાઓને ન માનતા હોવાનું લખાણ લખવામાં આવ્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ” હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં ” અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે “આ છે આમ આદમી પાર્ટીના (AAP) શબ્દો અને સંસ્કાર”. આવું લખીને કટાક્ષ કરવામાં આવ્યો છે.

દિલ્લીના પ્રધાનનો વીડિયો સામે આવ્યા બાદ, ગુજરાતમાં કેજરીવાલ પર કટાક્ષ કરતા પોસ્ટરને લઇ રાજકારણ ગરમાયું છે, ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે AAP નેતાના નિવેદન બાદ કેજરીવાલની માનસિકતા ખુલ્લી પડી છે. ગુજરાતમાં આપના સુપડા સાફ થઇ જશે. સાથે જ કહ્યું કે ગુજરાત હિન્દુત્વની લેબોરેટરી છે..એટલે ગુજરાતની જનતા ક્યારેય આવા લોકોને સ્વીકારે પણ નહીં અને મત પણ ન આપે.

Published On - 12:51 pm, Sat, 8 October 22

Next Video