Porbandar: વાવાઝોડાનો ખતરો તંત્રની તૈયારી, હોર્ડિંગ્સ અને ભયગ્રસ્ત બોર્ડ ઉતારાયા, જુઓ Video

Porbandar: વાવાઝોડાનો ખતરો તંત્રની તૈયારી, હોર્ડિંગ્સ અને ભયગ્રસ્ત બોર્ડ ઉતારાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 11:35 PM

પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાના સંકટને લઈને તંત્ર એલર્ટ થયું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને તંત્રએ તમામ તૈયારી કરી છે. પાલિકાએ શહેરમાંથી હોર્ડિંગ્સ અને ભયગ્રસ્ત બોર્ડ ઉતાર્યા અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Porbandar : બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર એલર્ટ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં સંભવિત ખતરાને જોતા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન કરાયું છે. બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને પાલિકા પણ સક્રિય જોવા મળી રહી છે. પાલિકાએ શહેરમાંથી હોર્ડિંગ્સ ઉતારવાની સૂચના આપી દીધી છે. પાલિકાએ ગઈકાલથી જ શહેરમાંથી હોર્ડિંગ્સ અને ભયગ્રસ્ત બોર્ડ ઉતારવાની કામગીરી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : વાવાઝોડાની ગંભીર સ્થિતિ વચ્ચે લોકો બેદરકાર, જુઓ Video

માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. જ્યારે જે માછીમારો દરિયામાં હોય તેમને પણ પરત બોલાવાયા છે. પોરબંદરમાં 293 આશ્રય સ્થાનો અને 5 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે અને તંત્રએ નેવી, કોસ્ટગાર્ડ, ફિશરીઝ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે મિટિંગો કરી તૈયારીઓ કરવા આદેશ આપ્યા છે. આ સાથે કર્મચારીઓને હેડ કવાર્ટર નહિં છોડવા પણ આદેશ કરાયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">