Cyclone biporjoy: વાવાઝોડા પહેલા જોવા મળ્યા તબાહીના દ્રશ્યો, જોરદાર પવન અને ઉછળતા મોજા, જુઓ Video

પોરબંદરમાં વાવાઝોડા પહેલા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ચોપાટી પર તોફાની મોજાએ તબાહી મચાવી છે. તોફાની મોજાના કારણે સમુદ્રના પાણી ચોપાટી પર ફરી વળ્યા છે. જોરદાર પવન અને ઉછળતા મોજાએ બેન્ચ અને દિવાલો તોડી નાખી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 10:16 PM

Cyclone biporjoy: હજી તો વાવાઝોડું આવ્યુ નથી તે પહેલા પોરબંદરમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તોફાની મોજાએ પોરબંદર ચોપાટી પર તબાહી મચાવી દીધી છે. તોફાની મોજાના કારણે સમુદ્રના પાણી ચોપાટી પર ફરી વળ્યા છે. જોરદાર પવન અને ઉછળતા મોજાએ બેન્ચ અને દિવાલો તોડી નાખી છે. ચોપાટી પર આવેલી બે કેબિનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કેબિનમાં રહેલો સ્વિમિંગનો સામાન પણ પાણીમાં તણાઇ ગયો છે.

આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર હાઈએલર્ટ, માંડવી, અબડાસાના 19 ગામને કરાયા એલર્ટ, જુઓ Video

પોરબંદરમાં વાવાઝોડાને લઈ કોઈ નુકસાની ન થાય તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. NDRFની સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીના જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડની બે ક્વિક રિસપોન્સ ટીમ પણ સતર્ક છે. તો 31 દરિયાકાંઠાના ગામમાંથી અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરીને 250 શેલ્ટર હોમમાં લઈ જવાશે. આ શેલ્ટર હોમમાં ફૂડ પેકેટ, પાણી, દવાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. પોરબંદરમાંથી ભયજનક હોર્ડિંગ અને બેનર હટાવ્યા છે. જ્યારે કોસ્ટલ પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીને ૨૪ કલાક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. પોરબંદર પોલસીની ખાસ 12 ટીમને પણ બચાવ કાર્ય માટે સજ્જ કરાઈ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">