Kutch: બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર હાઈએલર્ટ, માંડવી, અબડાસાના 19 ગામને કરાયા એલર્ટ, જુઓ Video
કચ્છમાં માંડવી અને જખૌમાં SDRFની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઇ છે. કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે.
Kutch: બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે તથા માંડવી અને જખૌમાં SDRFની બે ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને શેલ્ટર હોમ તૈયાર કરાયા છે તો તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે. કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે અને જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની 12 ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે બે જિલ્લામાં ત્રણ ટીમો રિઝર્વમાં રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા મુજબ વાત કરીએ તો કચ્છ અને રાજકોટ જિલ્લામાં બે-બે ટીમોને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે તો જામનગર, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે. મોરબીમાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. એટલું જ નહિં વડોદરામાં એક અને રાજકોટમાં બે ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. જેથી જો સ્થિતિ વધુ કફોડી બને તો આ ટીમની પણ મદદ લઈ શકાય.
કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો