પોરબંદરના દરિયામાં LED લાઈટ મારફતે ફિશિંગ કરનારાઓ સામે મરીન પોલીસની કાર્યવાહી -જુઓ Video
મત્સ્યદ્યોગના નિયમોના ઉલ્લંઘન બદલ એક સપ્તાહમાં 4 હોડીના ટંડેલ અને માછીમારો વિરુદ્ધ ગુનો નોંધાયો.
પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં મત્સ્યદ્યોગના નિયમોનો ભંગ કરીને થતા ગેરકાયદેસર LED લાઈટ ફિશિંગ સામે હાર્બર મરીન પોલીસે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. કેટલાક માછીમારો રાત્રિના સમયે અત્યંત તેજસ્વી LED લાઈટોનો ઉપયોગ કરીને માછલીઓને આકર્ષિત કરી ગેરકાયદેસર ફિશિંગ કરતા હતા, જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે.
મરીન પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી રહી હતી, જેના પરિણામે પોલીસે ચાર ફિશિંગ બોટ ઝડપી પાડી છે. આ ચારેય હોડીના સંચાલકો અને તેમાં સવાર માછીમારો સામે મત્સ્યદ્યોગના નિયમોના ઉલ્લંઘન બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. હાર્બર મરીન પોલીસે બોટને જપ્ત કરીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર માછીમારી કરનારાઓ સામે પોલીસે કડક વલણ અપનાવતા માછીમાર વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે.
ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ, મોબાઈલ, સ્માર્ટવોચ, ટેબલેટ ચાલશે eSIMથી, જાણો કેવી રીતે કરશે કામ ?, વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 16, 2025 08:06 PM