પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે પાણી ભરાવવાની સમસ્યા, તંત્રની ભૂલ લોકોને મુશ્કેલી, જુઓ વીડિયો

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે પાણી ભરાવવાની સમસ્યા, તંત્રની ભૂલ લોકોને મુશ્કેલી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2024 | 3:58 PM

ગઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. પાલિકા અને માર્ગ મકાનને કારણે સ્થાનિકો પરેશાની થઈ ગઈ છે. પાલિકા દ્વારા ચોમાસામાં જ કામગીરી હાથ ધરી છે.

અમદાવાદ થી પાલનપુર હાઈવે પર ગઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે. પાલિકા અને માર્ગ મકાનને કારણે સ્થાનિકો પરેશાની થઈ ગઈ છે. પાલિકા દ્વારા ચોમાસામાં જ કામગીરી હાથ ધરી છે. જે કામ ચોમાસા દિવસોમાં કરી શકાય એ ચોમાસાના દરમિયાન કરવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાલિકાની પાઈપ લાઈનની કામગીરીને અટકાવી દેવામાં આવી છે. આ કામગીરી અટકાવી દેવાને લઈ લોકો પરેશાન થયા છે. જોકે હવે તંત્ર દ્વારા આ સમસ્યાને ઝડપથી કાર્યનો ઉકેલ લાવી દેવામાં આવશે. જોકે માર્ગ મકાન વિભાગનો દાવો છે, કે જ્યાં કામ હાથ ધરાયું છે એ જગ્ચા તેમના હસ્તકની જગ્યા છે. જોકે પાલિકા સામે સવાલ એ સર્જાયા છે કે, પાઈપ લાઈનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું તો માર્ગ અને મકાન વિભાગની મંજૂરી લેવાઈ હતી કે નહીં. જો અણધડ જ કાર્ય હાથ ધરીને પાલિકા હવે પોતાની ભૂલને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કેમ એ પણ સવાલ થઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">