ગુજરાત સરકારે 4 IAS અને 1 IPSની અધિકારીના સર્ટિફિકેટની તપાસ હાથ ધરી, પૂજા ખેડકર કૌભાંડ બાદ સરકાર એકશનમાં, જુઓ Video

|

Jul 21, 2024 | 8:51 AM

મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકર સતત વિવાદમાં છે.જેના પગલે ગુજરાત સરકારે પણ એલર્ટ આપ્યુ છે. ગુજરાત સરકારે તમામ IAS અને IPS અધિકારીના સર્ટીફિકેટની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકર સતત વિવાદમાં છે.જેના પગલે ગુજરાત સરકારે પણ એલર્ટ આપ્યુ છે. CMO કાર્યાલયમાંથી GADને તપાસના આદેશ અપાયા છે. સૂત્રો અનુસાર રાજ્યમાં સેવા બજાવતા IASના સર્ટિફિકેટની ખરાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. UPSC દ્વારા શંકાસ્પદ અધિકારીઓની તપાસ થઈ રહી છે.

GAD કરશે તપાસ

દિવ્યાંગતા કે અન્ય સર્ટિફિકેટના આધારે પરીક્ષા પાસ કરી હોય તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર ગુજરાતના 4 IAS અને 1 IPSની સ્ક્રુટીની થઈ રહી છે. સરકારના GAD ( General Administration Department) વિભાગ દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓના સર્ટિફિકેટની તપાસ હાથ ધરવામાં આવી છે.

અધિકારીઓ પાસે નકલી દસ્તાવેજ હશે તો UPSCને જાણ કરાશે

એક સિનિયર IAS દિવ્યાંગતા સર્ટિફિકેટ આધારે બન્યા હોવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો કે તેમનામાં વર્તમાન સમયમાં કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ દેખાતી નથી. 3 જુનિયર IASમાંથી એક અધિકારી સોશિયલ મીડિયામાં સક્રિય છે. 3 નોન ગુજરાતી IAS અધિકારીઓ હાલ શંકાના દાયરામાં છે. જો રાજ્ય સરકારની તપાસમાં નકલી દસ્તાવેજ જણાશે તો UPSCને જાણ કરવામાં આવશે.

Next Video