Gujarati Video: રાજ્યમાં 15 એપ્રિલથી નવી જંત્રીની અમલવારીનો સમય નજીક આવતા ડેવલપર્સ લોબી ફરી થઈ સક્રિય

Gujarati Video: રાજ્યમાં 15 એપ્રિલથી નવી જંત્રીની અમલવારીનો સમય નજીક આવતા ડેવલપર્સ લોબી ફરી થઈ સક્રિય

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 10:48 PM

Ahmedabad: રાજ્યમાં આગામી 15 એપ્રિલથી નવી જંત્રીનો અમલ થવા જઈ રહ્યો છે. નવી જંત્રીની અમલવારીને માત્ર 8 દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે જેમ જેમ નવી જંત્રીની અમલવારીનો સમય નજીક આવી રહ્યો છે તેમ ડેવલપર્સ લોબી પણ ફરી સક્રિય થઈ છે.

આગામી 15 એપ્રિલથી રાજ્યમાં નવી જંત્રીનો અમલ થવા જઈ રહ્યો છે. હવે નવી જંત્રીની અમલવારીને માત્ર 8 દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે નવી જંત્રીની અમલવારીનો સમય નજીક આવતાં ડેવલપર્સ લોબી ફરી સક્રિય બની છે. 3 મહિના દરમિયાન ક્રેડાઈ, ગાહેડ, નારેડકો જંત્રીની વિસંગતતા દૂર કરવા સરકારને રજૂઆત કરી છે અને ડેવલપરની જંત્રી અને FSI ડી-લીંક કરવા માગ કરી છે તો કન્સ્ટ્રક્શનનું માળખું જંત્રીથી અલગ કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીને લઈ ફ્રેંકિંગ પધ્ધતિના સમય ગાળામાં વધારો

સાથે જ જો જંત્રી અને FSI ડી-લીંક ના થાય તો પરચેઝ FSI જંત્રીના 20 ટકા કરવા અપીલ કરવામાં આવી છે. આ અંગે ક્રેડાઈ ગાહેડના પ્રમુખે કહ્યું કે અમારી રજૂઆત અંગે સરકારે હકારાત્મક જવાબ આપ્યો છે અને વિસંગતતા દૂર કરવા ખાતરી આપી છે. સાથે જ તેમણે કહ્યું કે જો વિસંગતતા દૂર નહીં થાય તો મકાનના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યની રીડેવલપમેન્ટ સ્કીમને ભારે અસર થશે.

આ તરફ ગુજરાતમાં લાંબા સમયથી સ્ટેમ્પ ડયુટી ચૂકવવા માટે ફ્રેન્કીંગ પધ્ધતિને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત સરકારે હવે સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પધ્ધતિના સમય ગાળામાં વધારો કર્યો છે. જેમાં હાલ 01 એપ્રિલ બાદ પ્રિપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. જેના લીધે દસ્તાવેજ કરાવનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

સરકારે હવે શરતી રીતે ફ્રેન્કીંગ પધ્ધતિને તા.31.03.2025 ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. આ પૂર્વે સરકારે દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પધ્ધતિ તા.30.06.2023થી બંધ કરવા અને ત્યારબાદ કોઇપણ સંજોગોમાં મુદ્દત વધુ નહીં લંબાવવા તથા ફ્રેન્કીંગ મશીનમાં એક એપ્રિલ 2023 બાદ પ્રિપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો સરકારે નિર્ણય લીધો હતો

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 07, 2023 10:45 PM
g clip-path="url(#clip0_868_265)">