પંચમહાલ : કાલોલના રાયણીયા ગામેથી ઝડપાયો ગાંજો, SOGએ ઝડપ્યા ગાંજાના લીલા છોડ
કિરીટ નાયક નામના વ્યક્તિએ પોતાના ઘરની પાછળ જ ગાંજો ઉગાડ્યો હતો. જ્યારે પોલીસને બાતમી મળી અને સ્થળ પર પહોંચી ત્યારે ઘરની પાછળથી 15.40 કિલોના ગાંજાના 18 છોડ મળી આવ્યા હતા. તો, પોલીસે સ્થળ પરથી કુલ 1.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વધુ પૈસા કમાવવાની લાલચે કરેલા કાળા કાંડ જેલના સળિયા પાછળ જ લઇ જાય છે. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાથી સામે આવી છે. કાલોલ તાલુકાના રાયણીયા ગામેથી SOG પોલીસે ગાંજાના 18 છોડ ઝડપી પાડ્યા છે અને ગાંજા સાથે કિરીટ નાયક નામના એક વ્યક્તિની ધરપકડ પણ કરી લેવાઇ છે.
આ પણ વાંચો પંચમહાલ: કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોની હાલત કફોડી
આ વ્યક્તિએ પોતાના ઘરની પાછળ જ ગાંજો ઉગાડ્યો હતો. જ્યારે પોલીસને બાતમી મળી અને સ્થળ પર પહોંચી ત્યારે ઘરની પાછળથી 15.40 કિલોના ગાંજાના 18 છોડ મળી આવ્યા હતા. તો, પોલીસે સ્થળ પરથી કુલ 1.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
