પંચમહાલ: કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોની હાલત કફોડી
ખેડૂતોની ફરિયાદ છે કે વાંરવાર રજૂઆત છતાં નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન નથી આપતા. ખેડૂતોનો આરોપ છે કે વર્ષ 2013થી આવી સ્થિતિ સર્જાઇ રહી છે અને ખેડૂતો આખા વર્ષમાં માંડ એક સિઝનનો જ પાક લઇ શકે છે. 10 વર્ષથી સમસ્યા ઉકેલાતી નથી.
પંચમહાલના હાલોલ-કાલોલના ખેડૂતો નર્મદા કેનાલ વિભાગના અધિકારીઓના અંધેર વહીવટનો શિકાર બન્યા છે. કાલોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં આસપાસની 50 હેકટર જમીનમાં પાણી ઘૂસ્યા છે. એક તરફ ખેતરોમાં શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, તેવા સમયે કેનાલના પાણી ઘૂસી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો અધધ…ગોધરા પાલિકાને 47 કરોડનું પાણીનું બિલ ભરવાનું બાકી, નર્મદા નિગમે ફટકારી નોટીસ
ખેડૂતોની ફરિયાદ છે કે વારંવાર રજૂઆત છતાં નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન નથી આપતા. ખેડૂતોનો આરોપ છે કે વર્ષ 2013થી આવી સ્થિતિ સર્જાઈ રહી છે અને ખેડૂતો આખા વર્ષમાં માંડ એક સિઝનનો જ પાક લઈ શકે છે. 10 વર્ષથી સમસ્યા ઉકેલાતી નથી. ખેડૂતોનું કહેવું છે કે તંત્રના પાપે લાખોનું નુકસાન થાય છે. શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે અને એવામાં જ કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.
