Gujarati Video : સુરેન્દ્રનગરના ઇસ્દ્રા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા,આરોપી ફરાર

| Edited By: | Updated on: Jun 07, 2023 | 2:04 PM

સુરેન્દ્રનગરના ઇસ્દ્રા ગામની સીમમાં અને ધ્રાંગધ્રા વાદીપરા નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડયા છે.દેશી દારૂનો આથો 2100 કિલો તેમજ દેશી દારૂ મળી આવ્યો હતો.

Surendranagar : આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. સુરેન્દ્રનગરના ઇસ્દ્રા ગામની સીમમાં અને ધ્રાંગધ્રા વાદીપરા નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડયા છે. દેશી દારૂનો આથો 2100 કિલો તેમજ દેશી દારૂ મળી આવ્યો હતો. ધ્રાંગધ્રા પોલીસે સ્થળ પર દેશી દારૂનો નાશ કર્યો છે. પોલીસની રેડ દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપીઓને શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surendranagar: ખેત પેદાશોના ભાવ નક્કી કરવા ખેડૂતોની માગ, પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે ખેડૂતોએ શું કહ્યું, જુઓ Video

વલસાડમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા હતા બે આર્મીના જવાન

આ અગાઉ વલસાડમાં દારુની હેરાફેરી કરતા આર્મીના બે જવાનો ઝડપાયા હતા.વલસાડમાં 17 પેટી દારુ સાથે મરાઠા બટાલીયનના બે જવાન ઝડપાયા હતા. આર્મી અને ડિફેન્સ લખેલી કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ હતુ. સૂત્રો અનુસાર દમણથી દારુની 552 બોટલ નવસારી લઈ જતા હતા. નવસારીમાં પાર્ટી કરવા માટે દમણથી દારુ લઈ જતા હોવાનું સામે આવ્યુ હતુ.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો