AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar : ચોટીલા હાઈવે પર મામલતદાર કચેરી નજીક અકસ્માત, ઢાળ પર મૂકેલું ડમ્પર આવતા 2 યુવકના મોત, જુઓ Video

સુરેન્દ્રનગરના ( Surendranagar )  ચોટીલા હાઈવે પર ડમ્પરની અડફેટે 2 યુવકોના મોત થયા છે. આ અકસ્માત ડમ્પર ચાલકની બેદરકારીના કારણે સર્જાયો છે. ડમ્પરનો ડ્રાઈવર ડમ્પર મૂકીને ક્યાંક ગયો હતો તે સમયે ડમ્પર ઢાળમાં ચાલવા લાગતા બે રાહદારીઓને અડફેટે લઈ લીધા હતા.

Surendranagar : ચોટીલા હાઈવે પર મામલતદાર કચેરી નજીક અકસ્માત, ઢાળ પર મૂકેલું ડમ્પર આવતા 2 યુવકના મોત, જુઓ Video
Surendranagar
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 10:17 AM
Share

સુરેન્દ્રનગરના ( Surendranagar )  ચોટીલા હાઈવે પર ડમ્પરની અડફેટે 2 યુવકોના મોત થયા છે. આ અકસ્માત ડમ્પર ચાલકની બેદરકારીના કારણે સર્જાયો છે. ડમ્પરનો ડ્રાઈવર ડમ્પર મૂકીને ક્યાંક ગયો હતો તે સમયે ડમ્પર ઢાળમાં ચાલવા લાગતા બે રાહદારીઓને અડફેટે લઈ લીધા હતા. બંને યુવકોને અડફેટે લઈ ડમ્પર સીધુ જ મામલતદાર કચેરીની દિવાલ સાથે અથડાયું હતું. જોકે રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. મૃતક બંને યુવકો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ડમ્પર રોંગ સાઈડમાંથી સીધુ જ રોડ ક્રોસ કરીને ચાલતા જઈ રહેલા બે યુવકો ઉપર ફરી વળે છે.

આ પણ વાંચો :Surendranagar : લીંબડીના સૌકામાં ઝડપાયેલા જુગારધામમાં પોલીસ 12 લાખનો માસિક હપ્તો વસૂલતી હોવાનો આક્ષેપ, 9 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ જુઓ Video

રાજ્યમાં બનેલી અકસ્માતની અન્ય ઘટનાઓ

તો બીજી બાજુ મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી ખાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. લક્સરી બસ સુરતથી જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાધી હતી. લક્સરી બસ પલટી ખાતા 5-6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને કલોલની હોસ્પિટલમા સારવાર અર્થે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા પોલીસ જાણ કરવામાં આવી હતી. તેમજ ઘટના સ્થળે 3 ક્રેન અને પોલીસ પહોંચી હતી. અને પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી

રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">