સુરતના માંગરોળમાં નવરાત્રી દરમિયાન સગીરા પર થયેલ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ

|

Oct 24, 2024 | 8:21 PM

નવરાત્રી દરમિયાન સુરતના માંગરોળમાં બનેલા ચર્ચાસ્પદ ગેંગરેપની ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈને, પોલીસ સામેના પડકારરૂપ ગણીને આરોપીને ગોળીબાર કરીને ઝડપ્યા હતા. એક આરોપી ગુજરાત છોડીને ભાગવા જતા ટ્રેનમાંથી પકડાયો હતો. 

નવરાત્રી દરમિયાન સુરતના માંગરોળમાં સગીરા પર ગેંગ રેપ થયો હતો. સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ ગેંગરેપ કેસમાં, પોલીસે રાત દિવસ એક કરીને તમામ બાબતોને સાંકળી લઈને 3000 પાનાની ચાર્જશીટ સુરત કોર્ટમાં રજૂ કરી છે. મૂળ ચાર્જશીટ 467 પાનાની છે. પરંતુ 2500 જેટલા પાનાની સોફ્ટ કોપી તેમા સામેલ છે.

સુરત કોર્ટમાં પોલીસે રજૂ કરેલ ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નોંધેલા નિવેદનનો સમાવેશ થાય છે. ચાર્જશીટ તૈયાર કરવા માટે સુરત પોલીસે ખાસ 50 જેટલા પોલીસ કર્મચારીઓને અલગ ફાળવ્યા હતા. જેઓ દિવસ રાત જોયા વિના સતત કામ કરીને માત્ર 15 દિવસમાં જ સમગ્ર ચાર્જશીટ તૈયાર કરી નાખી હતી.

પોલીસે ચાર્જશીટમાં સાયન્ટિફિક પુરાવા, મેડિકલ પુરાવા, સાંયોગિક પુરાવા, મોબાઈલ, આરોપીઓના સ્પેક્ટ્રોગ્રાફિ રિપોર્ટ સહિતના મજબૂત પુરાવા શામેલ કરવામાં આવ્યા છે.

Next Video