Gujarati video : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ, શાહપુર, દરિયાપુરમાં 280થી વધુ પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ
રથયાત્રાના (Rathyatra) એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જગતના નાથની રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા શાહપુર, દરિયાપુરમાં ગઈકાલે 280થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું.
અમદાવાદમાં (Ahmedabad) આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના (Rathyatra) એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જગતના નાથની રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા શાહપુર, દરિયાપુરમાં ગઈકાલે 280થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું. સંવેદનશીલ સ્થળોએ ધાબા પોઈન્ટ રખાશે. તો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થ્રીડી મેપની રથયાત્રા રૂટ પર વરિષ્ઠ અધિકારીઓ સતત દેખરેખ રાખશે. અમદાવાદ સેક્ટર 1ના જેસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બે દિવસ પહેલા ખલાસી બંધુઓ દ્વારા રથનું પ્રથમ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. ત્રણેય રથનું કામ પૂર્ણ થઇ જતા ખલાસીઓ દ્વારા ગ્રાઉન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. ભગવાનના રથ રસ્તા પર ફરવાના છે ત્યારે કોઇ અડચણ ન આવે તે માટે આ રિહર્સલ કરાયું હતું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો