Gujarati video : અમરેલીમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રનું મેગા ડિમોલિશન, ચુસ્ત બંદોબસ્ત સાથ કરવામાં આવી કામગીરી
Amreli News : અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. જુદા જુદા વિભાગના અધિકારીઓ ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે.
અમરેલી (Amreli) શહેરમાં ડિમોલેશનની (Demolition) કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા 6 ટીમ બનાવી શહેરના મુખ્ય માર્ગો પર ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. જુદા જુદા વિભાગના અધિકારીઓ ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે.
આ પણ વાંચો-ભરૂચના યાકુબ પટેલ યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા, ગુજરાતીઓમાં ગર્વની લાગણી છવાઈ
ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે 2 DySP, 6 PI, 20 PSI, 240 પોલીસ જવાનો હાજર રહેશે. ડિમોલેશન પહેલા અમરેલી શહેર પોલીસ દ્વારા ત્રણ દિવસ ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવશે. બે દિવસની અંદર અમરેલી શહેરમાં જે તે લોકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દુર કરી દેવામાં આવશે.
દાહોદમાં નગરપાલિકા દ્વાર દુર કરવામાં આવ્યુ હતુ દબાણ
આ અગાઉ દાહોદ શહેરમાં નગરપાલિકાએ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી હતી. સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ હતુ. ત્યારે શહેરના દેસાઇવાડા વિસ્તારમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઇ હતી. દેસાઇ વાડામાં કરાયેલા ગેરકાયદે દબાણ દૂર કરાયા હતા. રસ્તામાં નડતરરૂપ દબાણ તોડી પડાયા હતા. નગરપાલિકાની ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
