સચિન પાલીગામ બિલ્ડીંગ દુર્ઘટના મુદ્દે બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર વિરુદ્ધ પોલીસે દાખલ કરી FIR, જુઓ વીડિયો

|

Jul 07, 2024 | 2:30 PM

સુરત શહેરના સચિન પાલીગામ વિસ્તારમાં ગઈકાલે ધરાશાયી થયેલ 15 માળની ઈમારતમાં 7 વ્યક્તિના મોત થયા હતા. આ દુર્ધટનાની હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં બિલ્ડીંગનું બાંધકામ નબળુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે, બિલ્ડીંગ બાધનાર બિલ્ડરના પત્નિ, તેના પુત્ર અને બિલ્ડીંગમાં ભાડુઆત પાસેથી ભાડુ ઉધરાવનાર વ્યક્તિ સામે નવા અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા 105-54 મુજબ કેસ દાખલ કર્યો છે.

સુરતના સચિન પાલીગામ ખાતે બિલ્ડીંગ ધરાશાયી થવાના મુદ્દે પોલીસે નવા ભારતીય ન્યાય સંહિતાના કાયદા મુજબ ત્રણ વ્યક્તિ વિરુધ્દ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલ શનિવારે ધરાશાયી થયેલ બિલ્ડીંગમાં સાત વ્યક્તિના મોત થયા હતા.

સુરત શહેરના સચિન પાલીગામ વિસ્તારમાં ગઈકાલે ધરાશાયી થયેલ 15 માળની ઈમારતમાં 7 વ્યક્તિના મોત થયા હતા. આ દુર્ધટનાની હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં બિલ્ડીંગનું બાંધકામ નબળુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે, બિલ્ડીંગ બાધનાર બિલ્ડરના પત્નિ, તેના પુત્ર અને બિલ્ડીંગમાં ભાડુઆત પાસેથી ભાડુ ઉધરાવનાર વ્યક્તિ સામે નવા અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા 105-54 મુજબ કેસ દાખલ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડીંગ બાંધનાર બિલ્ડર રસિક કાકડિયાનું 2022-2023માં કેન્સરના કારણે મોત થયું હતું. આથી પોલીસે તેના પત્નિ રમીલા કાકડિયા, દીકરા રાજ કાકડિયા અને બિલ્ડીંગના આડુઆતો પાસેથી ભાડું લેનાર અશ્વિન વેકરીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 2:17 pm, Sun, 7 July 24

Next Video