Ahmedabad : ડ્રગ્સની હેરાફેરી રોકવા પોલીસ એક્શનમાં, નાર્કોટિક્સ પદાર્થોને શોધવા સ્નિફર ડોગ છે સક્ષમ, જુઓ Video

|

Aug 21, 2023 | 3:11 PM

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા પોલીસ એક્શનમાં આવી છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં ચેકિંગ હાથ ધરાયું છે. વડોદરાથી લવાયેલા ખાસ ટ્રેઈન સ્નિફર ડૉગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. મુસાફરોના સામાન અને દુકાનોમાં ચેકિંગ કરાયું.

રાજ્યમાં ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. તેવામાં ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે ગીતામંદિર બસ સ્ટેન્ડમાં સ્નિફર ડૉગ દ્વારા ચેકિંગ કર્યું છે. વડોદરાથી લવાયેલા આ સ્નિફર ડૉગને વિશેષ ટ્રેનિંગ અપાયેલી છે. તેઓ નાર્કોટિક્સ પદાર્થોને શોધવા માટે સક્ષમ છે. એટલે જ તેમની મદદ લઈને ગીતા મંદિર બસ સ્ડેન્ડમાં મુસાફરોનો સામાન અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Breaking News: ગુજરાતની 27 સપ્તાહ ગર્ભવતી દુષ્કર્મ પીડિતાને સુપ્રીમકોર્ટે ગર્ભપાતની આપી મંજૂરી, જુઓ Video

હાલમાં ગુજરાતનાં દરિયા કિનારાઓ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ મલાઈ આવવાના બનાવો બની રહ્યા છે. અગાઉ  કચ્છના જખૌ નજીકથી 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા. સ્ટેટ IB, NIU અને પોલીસ દ્વારા જખૌ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેલ પણ મળી આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરી રહ્યા છે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા હતા. જોકે રાજ્યમાં ચાલી રહેળ ડ્રગ્સના વેપારને પણ નાથવા પોલીસ સતત કામે લાગી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video