Surat : સુરત જિલ્લા પોલીસ નવરાત્રીને લઈ સજ્જ, પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ, જુઓ Video

|

Oct 03, 2024 | 1:56 PM

સુરતમાં નવરાત્રિને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. માત્ર ગરબા આયોજકો જ નહીં સુરત જિલ્લા પોલીસ પણ નવરાત્રીને લઈ સજ્જ બની છે. આ વર્ષે સુરત શહેરમાં કુલ ત્રણ હજારથી વધુ ગરબાના આયોજન કરવામાં આવ્યાં છે.

સુરતમાં નવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. માત્ર ગરબા આયોજકો જ નહીં સુરત જિલ્લા પોલીસ પણ નવરાત્રીને લઈ સજ્જ બની છે. આ વર્ષે સુરત શહેરમાં કુલ ત્રણ હજારથી વધુ ગરબાના આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં 15 કોમર્શિયલ ગરબા, 27 મોટા ગરબા અને શેરી ગરબાનો સમાવેશ થાય છે. શહેરમાં જ્યાં મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે તે સ્થળની સુરત પોલીસ કમિશનરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી 2024માં તૈયાર કરેલા ડોમનું પણ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા. જે બાદ જિલ્લા પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી અને શહેરમાં યોજાનારા કોમર્શિયલ ગરબા, શેરી ગરબા અંગે ચર્ચા કરી. આ સાથે જ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક વિભાગના જવાનોને સૂચના આપવામાં આવી છે.

Next Video