Ahmedabad : ગેરકાયદે બાંગ્લાદેશી સામે કાર્યવાહીમાં મોટા સમાચાર, 100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું, જુઓ Video

Ahmedabad : ગેરકાયદે બાંગ્લાદેશી સામે કાર્યવાહીમાં મોટા સમાચાર, 100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું, જુઓ Video

| Edited By: | Updated on: Apr 27, 2025 | 10:33 AM

ગેરકાયદે બાંગ્લાદેશી સામે કાર્યવાહીમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી 100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગેરકાયદે રહેનારા તમામ લોકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 550થી વધારે લોકોના પાસપોર્ટને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

ગેરકાયદે બાંગ્લાદેશી સામે કાર્યવાહીમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી 100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું છે. ગેરકાયદે રહેનારા તમામ લોકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 550થી વધારે લોકોના પાસપોર્ટને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ વેરિફિકેશનમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. 150થી વધારે લોકો પાસેથી બનાવટી પાનકાર્ડ અને આધારકાર્ડ હોવાની આશંકા છે. કેટલાક લોકો બે-ત્રણ સ્થળેથી ડિપોર્ટ થયા બાદ અહીં આવ્યાનું સામે આવ્યું છે.

પોલીસે 890 બાંગ્લાદેશીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ડિપોર્ટ કર્યા છતાં બાંગ્લાદેશીઓ પરત આવ્યાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ 51 ગેરકાયદે બાંગ્લાદેશીને ડિપોર્ટ કર્યા હતા. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન થઈ રહ્યું છે. ગેરકાયદે રહેતા લોકો કેટલા સમયથી ક્યાં રહે છે. કેટલા સમય પહેલા આવ્યા તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો