સુરત વીડિયો : મહિધરપુરામાં રૂપિયા 88 લાખની લૂંટ ચલાવનાર લૂંટારુની પોલીસે ધરપકડ કરી, લૂંટના પૈસાથી 75 લાખનું સોનું ખરીદ્યું હતું

સુરત વીડિયો : મહિધરપુરામાં રૂપિયા 88 લાખની લૂંટ ચલાવનાર લૂંટારુની પોલીસે ધરપકડ કરી, લૂંટના પૈસાથી 75 લાખનું સોનું ખરીદ્યું હતું

| Edited By: | Updated on: Jan 23, 2024 | 8:59 AM

સુરત : મહિધરપુરા રૂપિયા 88 લાખની લૂંટ મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હોવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે 5મી જાન્યુઆરીના રોજ લાલગેટ પોલીસ મથકની હદમાં લૂંટની ઘટના બની હતી.

88 લાખની રોકડ રકમ લઈ જતા યુવક પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી. હથિયાર બતાવી અપહરણ કરી યુવક પાસેથી આ મત્તાની લૂંટ ચલાવાઈ હતી. કામરેજ નજીક યુવક પાસેથી લાખોની રકમ લઈ લૂંટારુ ફરાર થઇ ગયો હતો. સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે નવાઝ સરફરાઝ ફટતાં નામનો યુવક યુએસડીટીના રૂપિયા લેવા ગયો હતો ત્યારે લૂંટ થઇ હતી. ફરિયાદીએ સંબંધી સાથે મળી કાવતરું ઘડ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ચાર માસ અગાઉ ગુનો આચરવા પ્લાનિંગ કર્યું હતું.ગુનાને અંજામ આપવા માટે ઓનલાઈન એપ મારફત મંગાવવામાં આવેલ માસ્ક નો ઉપયોગ કર્યો હતો. 75 લાખનું સોનુ અને ક્રેડિટ કાર્ડનું બિલ ભર્યું હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 23, 2024 08:54 AM