વડોદરાઃ મુખ્યને બદલે ભળતા નામના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, ફિલ્મી સ્ટોરી જેવી અદલાબદલી! જુઓ
વડોદરામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રણોલી જીઆઈડીસીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી એસએમસીની ટીમ દ્વારા લાખો રુપિયાનો દારુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંગે ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને બદલે અન્ય શખ્શને જ કોર્ટમાં રજૂ કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે તપાસ શરુ કરવામાં આવી છે.
વડોદરામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વડોદરામાં દરોડો પાડીને લાખો રુપિયાનો દારુ ઝડપી પાડ્યો હતો. દારુ ઝડપાવાના કેસમાં હવે આરોપીની અદલાબદલી જેવો ફિલ્મી ખેલ સર્જાયો હોવાના સવાલ થયા છે. મુળ આરોપીને બદલે ભળતા નામ ધરાવતા શખ્શને જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ
મુખ્ય આરોપી કૃણાલ રમણભાઈ કહાર જે વડોદરાના કિશનવાડીનો રહીશ છે. જેના બદલે પોલીસે કોર્ટમાં ભળતા નામનો ભાવનગરનો કૃણાલ ગોડિયા ઉર્ફે કહારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આમ હવે પોલીસ સામે જ સવાલો સર્જાયા છે. મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે અને હવે તેને બહાર રાખવા માટે સુવિધા અપાઈ કે પછી ભળતા નામને લઈ ચૂક થઈ તે સવાલો સર્જાયા છે.
