સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ
હાલમાં ભાજપ દ્વારા ભીંત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. નેતાઓ કમળ અને એક વાર ફરી મોદી સરકારના સુત્રો સાથે ભીંત ચિત્રો દોરી રહ્યા છે. આ દરમિયાન સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં કોઇએ આ ભીંત ચિત્રો પર કૂચડો ફેરવી ગયું છે. જોકે હવે આ પ્રકારનું કૃત્ય કરનારની શોધખોળ શરુ કરવામાં આવી છે.
પ્રાંતિજ તાલુકામાં ભાજપના ભીંત ચિત્રો પર કોઈએ કૂચડો ફેરવી દીધો છે. ભાજપ દ્વારા પ્રાંતિજ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભીંત ચિત્રો દોરવામાં આવ્યા છે. આ ભિંત ચિત્રો દોરેલા હતા અને એની પર કોઈએ કૂચડો જ ફેરવી દેવાની ઘટના સામે આવતા સ્થાનિક ગ્રામજનો અને ભાજપના આગેવાનો ચોંકી ઉઠ્યા છે.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ વિજયનગરમાં 2 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા, 5.75 લાખની મત્તાની ચોરી
આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા અને ભાજપ દ્વારા આ કૃત્ય કરનારાઓની શોધખોળ શરુ કરી છે. જેથી તેમના ઇરાદા આમ કરવા પાછળના જાણી શકાય. ગામમાં કેટલીક વાર રાજકીય સંઘર્ષની સ્થિતિ પેદા કરવા માટે આવા કૃત્યો કરવામાં આવતા હોય છે. આમ આવી જ સ્થિતિ સર્જવા માટે કોઈએ આમ કર્યુ છે કે, પછી અન્ય કોઈ ઇરાદા સાથે એ જાણવું પોગલુ ગામના લોકો માટે પણ જરુરી બન્યુ છે. જોકે હાલ તો ભાજપના સ્થાનિક તાલુકા સંગઠનના આગેવાનોએ ભીંત ચિત્રોને વ્હાઈટ વોશ કરી દઈને નવા તૈયાર કરવા માટે પ્રયાસ શરુ કર્યો છે.

