Gujarati Video: વડોદરામાં ચાલતા કપલ બોક્સ પર પોલીસની કાર્યવાહી, 18 વર્ષના સંચાલકની પોલીસે કરી ધરપકડ

| Edited By: | Updated on: May 17, 2023 | 5:18 PM

વડોદરામાં ચાલતા કપલ બોક્સ પર પોલીસે કાર્યવાહી કરી છે. ફતેહગંજમાં ચાલતા કપલ બોક્સના 18 વર્ષના સંચાલકની પોલીસે કરી ધરપકડ કરી છે. સૂબાઇલાઇટ હોટેલની બાજુમાં ઇનવિઝેબલ કાફે પર પોલીસે દરોડા પાડ્યા હતા

શહેરી વિસ્તારમાં સ્પા અને કપલ બોક્સના નામે ગેરકાયદેસર અનૈતિક પ્રવુતિઓ ચાલતી અનેક વાર જોવા મળી છે. જોકે આવા ચાલતા ગેરકાયદે કપલ બોકસ પર પોલીસ કાયદાકીય પગલાં લઈ રહી છે. ત્યારે વડોદરામાં વધુ એક કપલ બોક્સ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફતેહગંજમાં ચાલતા કપલ બોક્સ પર પોલીસે તવાઈ બોલાવી છે. સૂબઇલાઈટ હોટલની બાજુમાં ઈન્વિઝેબલ કાફે પર પોલીસે દરોડા પાડ્યા છે. મહત્વનું છે કે 18 વર્ષના સંચલકની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરામાં GST કૌભાંડ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલે કરી ધરપકડ

પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં ચાલતા આવા ગેરકાયદે કપલ બોક્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈ પોલીસ એક્શનમાં આવી છે, પોલીસને બાતમી મળી હતી કે ફતેહગંજમાં ચાલતા કપલ બોક્સમાં નિયમ વિરુદ્ધ યુવક યુવતી ભેગા થઈ રહ્યા છે. નાસ્તા અને કેફેની આડમાં આ કપલ બોક્સ ચલાવવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ હતું. મહત્વનું છે કે આ કામગીરીમાં સંડોવાયેલા લોકોની પણ તપાસ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(with input : yunus gazi)

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 17, 2023 05:15 PM