Gujarati video : વડોદરામાં GST કૌભાંડ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલે કરી ધરપકડ
Vadodara News : આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે. જેમાં આરોપીઓએ પોતાના નામના તથા અન્યના નામે ખોટા અને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી GST પોર્ટલ ઉપર અપલોડ કરી GSTN નંબર મેળવ્યો હતો.
ગુજરાતના (Gujarat) વડોદરામાં (Vadodara) 1 કરોડથી વધુની GST ચોરી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલે યાસીન મગરબી અરબ અને અક્રમ અત્યાન અરબની ધરપકડ કરી છે. ભાવનગર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવ્યો છે.
આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે. જેમાં આરોપીઓએ પોતાના નામના તથા અન્યના નામે ખોટા અને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી GST પોર્ટલ ઉપર અપલોડ કરી GSTN નંબર મેળવ્યો હતો. આ પેઢીઓના નામથી કોઇ ધંધો ચાલતો ન હોવા છતાં માત્ર કાગળ પર પેઢીઓ ઉભી કરી ખોટા અને બનાવટી ટેક્સ ઇનવોઇસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
જેના આધારે ખોટી GST વેરા શાખ મેળવી/ક્લેઇમ કરી સરકારની તીજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડી ગુનો કર્યો હતો. આ તપાસ દરમ્યાન આલ્ફા એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ખોટા અને બનાવટી ટેક્સ ઇનવોઇસનો ખરા ઇનવોઇસ તરીકે ઉપયોગ કર્યો હતો. જેના આધારે જય બજરંગ એલોઈજ એન્ડ પાઈપ્સ પ્રા.લી.મી. કંપની વાઘોડીયા રોડ, વડોદરા શહેરના પ્રોપરાઇટર-નરીંગાભાઇ ઉર્ફે નરેશ લવજીભાઇ મોદી લાંબા સમયની શોધખોળ ને અંતે પોલીસની પકડમાં આવ્યો છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
