Breaking News : ભચાઉમાં ઉત્સવ વચ્ચે સર્જાઈ દુર્ઘટના, મટકી ફોડ્યા બાદ થાંભલો તુટી પડતાં એક કિશોરનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2025 | 1:05 PM

દેશભરમાં હર્ષઉલ્લાસથી જન્માષ્ટમીના પાવન પર્વ ઉજવણી થઈ રહી હતી. ત્યારે કચ્છના ભચાઉમાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ચોબારી ગામમાં મટકી ફોડતી વખતે અચાનક થાંભલો પડ્યો હતો.

દેશભરમાં હર્ષઉલ્લાસથી જન્માષ્ટમીના પાવન પર્વ ઉજવણી થઈ રહી હતી. ત્યારે કચ્છના ભચાઉમાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. ચોબારી ગામમાં મટકી ફોડતી વખતે અચાનક થાંભલો પડ્યો હતો. મટકી ફોડ્યા બાદ થાંભલો તુટી પડતાં એક કિશોરનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર 13 વર્ષના કિશોરનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઉપરાંત એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે ગાંધીધામ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

મટકી ફોડ્યા બાદ થાંભલો તુટી પડ્યો !

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભચાઉના ચોબારી ગામે મટકી ફોડ કાર્યક્રમ હતો. તે દરમ્યાન બે કિશોર પર થાંભલો પડ્યો.જેમાં 13 વર્ષના કિશોરનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. ત્યારે 12 વર્ષનો કિશોર ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગાંધીધામ ખાતે ખસેડાયો છે. ઉત્સવ વચ્ચે ગામમાં દુર્ઘટના બનતા ગમગીની છવાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 17, 2025 12:50 PM