Rajkot : પાટણવાવમાં ફરી ઝેરી જીવાતથી એક વૃદ્ધનું મોત, ગ્રામજનોમાં ફફડાટ, જુઓ Video

Rajkot : પાટણવાવમાં ફરી ઝેરી જીવાતથી એક વૃદ્ધનું મોત, ગ્રામજનોમાં ફફડાટ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 14, 2025 | 1:39 PM

રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામમાં રહસ્યમય ઝેરી જીવાત ફરી કહેર વર્તાવી રહી છે. તાજેતરમાં 83 વર્ષના વૃદ્ધનું ઝેરી જીવાત કરડવાથી મૃત્યુ થતાં ગામમાં ડરનો માહોલ છે. મળતી માહિતી અનુસાર, વૃદ્ધને અજ્ઞાત ઝેરી જીવાતે કરડ્યા બાદ પ્રથમ ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામમાં રહસ્યમય ઝેરી જીવાત ફરી કહેર વર્તાવી રહી છે. તાજેતરમાં 83 વર્ષના વૃદ્ધનું ઝેરી જીવાત કરડવાથી મૃત્યુ થતાં ગામમાં ડરનો માહોલ છે. મળતી માહિતી અનુસાર, વૃદ્ધને અજ્ઞાત ઝેરી જીવાતે કરડ્યા બાદ પ્રથમ ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી સ્થિતિ ગંભીર થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે સતત 20 દિવસ સુધી સારવાર મળવા છતાં વૃદ્ધનું મૃત્યુ થયું છે.

આ ઘટનાથી ગામમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ પહેલા પણ પાટણવાવમાં આ જ પ્રકારની ઝેરી જીવાત કરડવાથી બે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્રીજી ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ ડરમાં જીવી રહ્યા છે.

ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. તાત્કાલિક અસરથી આરોગ્ય ટીમે પાટણવાવ પહોંચીને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. ઝેરી જીવાતોનો નાશ કરવા માટે ગામમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. તંત્ર હાલ ઘટનાની સંપૂર્ણ તપાસમાં લાગેલું છે અને લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો